Book Title: Vachanamrut 0724 Panth Param Pad Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330850/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 724 પંથ પરમપદ બોધ્યો વવાણિયા, કાર્તિક, 1953 ગીતિ' પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. 1 મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. 2 જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કર્યું છે તત્ત્વજો. 3 સમ્યફ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યક્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. 4 વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્રદર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. 5 ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. 6 જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. 7 જીવ અજીવ વિષે તે, નવ તત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. 8 1 શ્રીમન્ના દેહોત્સર્ગ પછી તેઓનાં વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિષયની 36 કે 50 ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાથી બાકીની ગુમ થઈ છે.