Book Title: Vachanamrut 0720 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330846/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 720 શિરછત્ર પિતાશ્રીજી નડિયાદ, આસો વદ 12, સોમ, 1952 શિરછત્ર પિતાશ્રીજી, આપનું પતું આજે પહોંચ્યું છે. આપને પ્રતાપે અત્રે સુખવૃત્તિ છે. મુંબઈથી આ બાજુ આવવામાં ફકત નિવૃત્તિનો હેતુ છે, શરીરની અડચણથી આ તરફ આવવું થયેલું, તેમ નથી. આપની કૃપાથી શરીર સારું રહે છે. મુંબઈમાં રોગના ઉપદ્રવને લીધે આપની તથા રેવાશંકરભાઈની આજ્ઞા થવાથી આ તરફ વિશેષ સ્થિરતા કરી; અને તે સ્થિરતામાં આત્માને નિવૃત્તિ વિશેષ કરી રહી છે. હાલ મુંબઈમાં રોગની શાંતિ ઘણી થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થયે તે તરફ જવાનો વિચાર રાખ્યો છે, અને ત્યાં ગયા પછી ઘણું કરીને ભાઈ મનસુખને આપના તરફ થોડા વખત માટે મોકલવાનું ચિત્ત છે; જેથી મારી માતુશ્રીના મનને પણ ગોઠશે. આપને પ્રતાપે નાણું મેળવવાનો ઘણું કરીને લોભ નથી, પણ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઇચ્છા છે. મારી માતુશ્રીને પાયલાગણું પ્રાપ્ત થાય. બહેન ઝબક તથા ભાઈ પોપટ વગેરેને યથાવ છોરુ રાયચંદના દંડવત પ્રાપ્ત થાય.