Book Title: Vachanamrut 0713
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330835/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 713 આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે આણંદ, આશ્વિન, 1952 આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન : દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો ? હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશયસંપન્ન ધર્મપ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણો ? હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદ્રષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ? જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરોધ શાથી ટળે ? તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકનો દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ? તેમજ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ? દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. Page #2 -------------------------------------------------------------------------- ________________ અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં, દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે ? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ? [અપૂર્ણ