Book Title: Vachanamrut 0649 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330770/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 649 ગયેલી એક પળ પણ પાછી મળતી નથી મુંબઈ, આસો, 1951 ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ?