Book Title: Vachanamrut 0644
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330765/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 644 અનાદિથી વિપરીત અભ્યાસ છે, મુંબઈ, આસો વદ 3, રવિ, 1951 પત્ર મળ્યું છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખે અવય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં, સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સહજાત્મસ્વરૂપે પ્રણામ.