Book Title: Vachanamrut 0617 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330738/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 617 આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ? મુંબઈ, અસાડ વદ 7, રવિ, 1951 ૐ નમો વીતરાગાય સત્સંગનૈષ્ઠિક શ્રી સોભાગ, શ્રી સાયલા. તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તો સારું. ‘અસ્તિ’ એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા યોગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. એક બીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષથી થવો દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સર્વીશે સત્ય અને બીજાં દર્શન સર્વીશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તો બીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય ? એ આદિ વિચારવા યોગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ માહામ્યવાનને થવા યોગ્ય છે, ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે. સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં, તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. શ્રાવણ સુદ 5-6 ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખત વચ્ચે રોકાવાનું Page #2 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે, તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. આ૦ સ્વ૦ પ્રણામ.