Book Title: Vachanamrut 0606 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330727/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 606 સર્વને વિષે સમભાવની ઇચ્છા રહે છે મુંબઈ, જેઠ વદ 5, બુધ, 1951 સર્વને વિષે સમભાવની ઇચ્છા રહે છે. એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂક્યો રે, મુજ0 - શ્રી યશોવિજયજી. પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી સાયલા. તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે? તથા તેની નિવૃત્તિ ઇચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશો. જે તીર્થકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! નહીં ઇચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે, એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી. આ0 સ્વ) બન્નેને પ્રણામ.