Book Title: Vachanamrut 0600
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330721/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક00 અપારવત્ સંસારસમુદ્રથી તારનાર મુંબઈ, જેઠ સુદ 2, રવિ, 1951 અપારવત સંસારસમુદ્રથી તારનાર એવા સધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે. તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો ! પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ- તમારું લખેલું હતું 1 ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે : મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે, પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી, કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે. આ પ્રમાણે લખવાનો અર્થ હતો. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણું જણાવ્યું છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે, જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી. પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આO સ્વ૦ પ્રણામ.