Book Title: Vachanamrut 0594 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330715/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 594 સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે મુંબઈ, વૈશાખ સુદ 15, બુધ, 1951 સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.