Book Title: Vachanamrut 0559
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330680/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ૫૯ સમાગમ વિષે તમને ઇચ્છા છે શુભેચ્છા સંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામ. સમાગમ વિષે તમને ઇચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી. અત્રેથી માહ સુદ 15 ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે, તોપણ જો કંઈ બાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે. આત્મસ્વરૂપે પ્રણામ.