Page #1
--------------------------------------------------------------------------
________________ પ૫૦ ગઈ કાલે તમારું લખેલું પત્ર 1 પ્રાપ્ત થયું છે. મુંબઈ, માગશર વદ 11, રવિ, 1951 પરમ સ્નેહી શ્રી સોભાગ, ગઈ કાલે તમારું લખેલું પત્ર 1 પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર 1 લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું. તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.' આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમહિતસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવતર જેટલો તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે - એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ યોગ્ય છે અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઇચ્છા રહ્યા કરે છે. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તોપણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારનો પરિશ્રમ આપીને વહેવાર નિભાવવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે; કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો 1 આંક 548.
Page #2
--------------------------------------------------------------------------
________________ હોય તો તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી; એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદભવ થવી સંભવે. કદાપિ અમારૂં ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી તેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગણા બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમકે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી, પણ સામો વધારે બળવાન થાય છે. આ વિષયપરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઇચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે; તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગણનિષ્પન્નતાર્થે ગપ્યો છે, તે અમારા અંગના વિચારનો છે અને તેવી આચરણા સપુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્પરુષે પણ ઉપશમાવવાં જોઈએ. અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાંક કારણોથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ જ વિનંતિ. પ્રણામ પ્રાપ્ત થાય. 2. આંક 548
Page #3
--------------------------------------------------------------------------
_