Book Title: Vachanamrut 0526 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330647/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ તમારાં લખેલાં બે પત્ર પહોંચ્યાં છે. મુંબઈ, ભાદરવા વદ 5, ગુરૂ, 1950 શ્રી સૂર્યપુર સ્થિત, સત્સંગયોગ્ય, આત્મગુણ ઇચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મોહમયી ક્ષેત્રથી જીવન્મુક્ત દશા ઇચ્છક . . . .ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારાં લખેલાં બે પત્ર પહોંચ્યાં છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્તસ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી. ‘યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થકરાદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાલાઘાદિ પામવા અર્થે. કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરૂ અને સશાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વચનાબુદ્ધિ એટલે સત્સંગ, સગુરૂ આદિને વિષે ખરા આત્મભાવે માહાસ્યબુદ્ધિ ઘટે તે માહામ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ચા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહામ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સગુરૂ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન. આ૦ સ્વO પ્ર0