Book Title: Vachanamrut 0516 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330637/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 516 પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ મુંબઈ, શ્રાવણ વદ 1, 1950 પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરિચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તેવો આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી.