Book Title: Vachanamrut 0505
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330626/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 505 વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! ! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.