Book Title: Vachanamrut 0504 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330625/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 504 મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ મુંબઈ, વૈશાખ, 1950 મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિયોગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેનો વિરોધ કરવામાં આવે તોપણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસસાપરિણામ જેવો પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપ પ્રાપ્તિ થાય તે વેદવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક્ઝષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યદ્રષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-સેવાથી જીવને કંઈ જાતિ-( )-ભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હંડ-ધીટ-એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત એમ જાણે ભાસે છે. કાળ એવો છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય ?