Book Title: Vachanamrut 0502 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330623/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 502 સહેજે સમાગમ થઈ આવે અથવા મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઇચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે ? કદાપિ વિરોધવૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે ? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શો પરાભવ છે ? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તોપણ વિકલ્પનો અવકાશ નથી. વડવામાં સપુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે “તમે, અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ; તેમના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે ? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે ? હાલ એ વાત આપ જવા દો ....' સુધી સહેજ પણ જવું થઈ શકે, અને આ તો જ્ઞાન ..... ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આયા.... વિકલ્પ કરવો ઘટતો નથી. વધુ રાગદ્વેષ પરિ... ઉપદેશે કંઈ પણ સમજાય. પ્રા....ટલો એ તેવા પુરુષની કેવા......તેમ જ શાસ્ત્રાદિથી વિચારી..........નથી, કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે, ‘તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છેદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.’ આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરો. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ ઉપર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ થાઓ. બીજું, કંઈ સન્માર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમ કે તેવી શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે” એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું, અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું બધું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણું તેમના .....ક્ષેપ પામવો નહીં ..... પ્રત્યે બળવાન અદ્વેષ 1 આ પત્ર ફાટેલો મળ્યો છે. જે જે ઠેકાણે અક્ષરો ગયા છે તે તે ઠેકાણે......(ટપકાં) મૂક્યાં છે. પાછળથી આ પત્ર આખો મળવાથી ફરી છાપ્યો છે. જુઓ આંક 750. Page #2 -------------------------------------------------------------------------- _