Book Title: Vachanamrut 0445
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330566/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 445 જે મુ અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઇચ્છે છે મુંબઈ, ચૈત્ર વદ 0)), રવિ, 1949 જે મુ0 અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઇચ્છે છે, તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિષે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાપિ અત્ર સત્સંગની ઇચ્છાથી આવવું વિચાર્યું હોય તો તે જોગ બનવો ઘણો વિકટ છે; કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિના બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે; એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે. એ પ્રકારે લખવાનું બને તો લખશો. હાલ તમને ત્યાં શી દશા વર્તે છે ? સમાગમજોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે. વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી. આત્મસ્થિત.