Book Title: Vachanamrut 0417
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330537/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 417 હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ આશ્વિન, 1948 હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમતુ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.