Book Title: Vachanamrut 0402 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330522/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 402 ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં મુંબઈ, ભાદરવા સુદ 7, સોમ, 1948 ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદ્રષ્ટિ છે શ્રી ‘મોહમયી’ સ્થાનેથી ........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળ(?)થી તે આજ દિન પર્યત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે. એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે, કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો. ‘રવિવારે તમને પત્ર લખીશ’ એમ જણાવ્યું હતું તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહારપ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઇચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઇચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. સહજસ્વરૂપ