Book Title: Vachanamrut 0383 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330503/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 383 વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર મુંબઈ, જેઠ, 1948 વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે; ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. શ્રી તીર્થકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છે :આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને, - સપુરુષને - તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ઘશંકાદિનો ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇંદ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપયોગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિર્ગથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજ સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થકર જેવાને કેવો અત્યંત નિશ્ચળ, [અપૂર્ણ)