Book Title: Vachanamrut 0380
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330500/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 380 પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મુંબઈ, જેઠ, 1948 પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજાં ઇચ્છિત અધ્યયન વાંચશો; બત્રીસમાની ચોવીશ ગાથા મોઢા આગળની મનન કરશો. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદગુણોથી યોગ્યતા મેળવવી, અને કોઈ વેળા મહાત્માના યોગે, તો ધર્મ મળી રહેશે. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે.