Book Title: Vachanamrut 0324 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330444/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 324 ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રક્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. મુંબઈ, માહ વદ 4, બુધ, 1948 ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્રદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.