Book Title: Vachanamrut 0258 Bina Nayan Pave Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330378/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 258 બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત મુંબઈ, અષાડ, 1947 ૐ સત 'બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદગુરૂકે ચરન, સો પાવે સાક્ષાતું. 1 બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. 2 એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. 3 નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સંબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ, 4 જપ, તપ ઔર વૃતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. 5 પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. 6 તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. આપનું કૃપા પત્ર આજે અને ગઈ કાલે મળ્યું હતું. સ્યાદ્વાદની ચોપડી શોધતાં મળતી નથી. થોડાંએક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ? વિશેષ હવે પછી. વિ. આ0 રાયચંદના પ્ર0 1 જુઓ આંક 883. Page #2 -------------------------------------------------------------------------- _