Book Title: Vachanamrut 0256
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330376/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 256 અથાગ પ્રેમે તમને નમસ્કાર મુંબઈ, અસાડ વદ 2, 1947 અથાગ પ્રેમે તમને નમસ્કાર" બે પત્ર વિસ્તારથી લખેલાં એવાં આપના તરફથી મલ્યાં, આટલો પરિશ્રમ લો છો, એ અમારા ઉપરની આપની કૃપા છે. એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઇચ્છયો છે, તે સમાગમે જરૂર આપશું. જીવના વધવા-ઘટવા વિષયે, એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, મોક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે; પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી.