Book Title: Vachanamrut 0229
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 229 અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી મુંબઈ, ફાલ્ગન, 1947 અનંતકાળથી જીવને અસતુ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસતુ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી, ક્વચિત અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો. તો પરમાર્થને વિષે દ્રઢતા થાય છે.