Book Title: Vachanamrut 0219 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330339/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 219 “એક દેખિયે, જાનિયે” મુંબઈ, ફાગણ વદ 1, 1947 “એક દેખિયે, જાનિયે” 1 એ દોહા વિષે આપે લખ્યું, તો એ દોહાથી અમે આપને નિઃશંકતાની દ્રઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો. એવી લય તો ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાદ્વાદક અને આશ્ચર્યક છે. નારદ ભક્તિસુત્ર” એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહિર્ષ નારદજીનું રચેલું છે; તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલાભે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શનલાભ આપે એમ કરો તો પધારવું - નહીં તો હાલ નહીં. 1 એક દેખિયે જાનિયે, રમી રહિયે ઇક ઠૌર; સમલ વિમલ ન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર. - સમયસારનાટક, જીવદ્વાર.