Book Title: Vachanamrut 0209 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330329/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 209 મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્ય છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સતને જ પ્રકાયું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે ‘પરમસત’ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે પરમસત’ને ‘પરમજ્ઞાન’ કહો, ગમે તો પરમપ્રેમ’ કહો, અને ગમે તો સ-ચિત-આનંદ સ્વરૂપ' કહો, ગમે તો આત્મા કહો, ગમે તો ‘સર્વાત્મા’ કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં.