Book Title: Vachanamrut 0197 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330317/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 197 પરિપૂર્ણનાં દર્શન અસંગતામાં - એકાંતવાસે પડદો ટળશે મુંબઈ, માહ સુદ 9, મંગળ, 1947 આપનું આનંદરૂપ પત્ર મળ્યું. તેવા પત્રનાં દર્શનની તૃષા વધારે છે. જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી, પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; આ ઉપાધિયોગમાં એ દર્શન ભગવતુ થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે, માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે. વિ. આજ્ઞાંકિત