Book Title: Vachanamrut 0190 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330310/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 190 પૂર્વાપર અસમાધિ ન થવા શિક્ષા મુંબઈ, પોષ સુદ 9, 1947 ચિ૦ ત્રિભોવનનું લખેલું પત્ર ગઈ કાલે મળ્યું. તમને અમારાં એવાં વ્યાવહારિક કાર્ય - કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતોષ જ રાખવો. પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય. જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે. વખતોવખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે માટે લખશો. વિ. રાયચંદના ય૦