Book Title: Vachanamrut 0178 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330298/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 178 ધર્મ માગતા શી ચોકસી કરવી? મુંબઈ, કારતક વદ 0)), શુક, 1947 સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમારી અને બીજા ભાઈઓની આનંદવૃત્તિ ઇચ્છું છું. તમારા પિતાજીનાં બે પત્રો ધર્મ વિષયે મળ્યાં. એ વિષે શું ઉત્તર લખવો ? તેનો બહુ વિચાર રહે છે. ઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઇચ્છા રહેતી નથી. ઇચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતા કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ તમે ઇત્યાદિ છો, એમ કલ્પના છે. અને હું પણ ઇચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પામેલાથી ધર્મ પામો; તથાપિ વર્તમાન વર્તુ છું તે કાળ એવો નથી. પ્રસંગોપાત્ત મારા કેટલાક પત્રો તેમને વંચાવતા રહેશો, અથવા તેમાં કહેલી વાતનો તમારાથી સમજાવાય તેટલો હેતુ સમજાવતા રહેશો. પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. અને તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તો નહીં. બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચોકસી કરવી, આ સંતની સમજવા જેવી વાત છે. વિ. રાયચંદના યથા)