Book Title: Vachanamrut 0171 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330291/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 171 પત્ર લખવાનો ઉદ્દેશ - કોનો સંગ રાખવો? મુંબઈ, કારતક સુદ 14, બુધ, 1947 સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ ઇ0 ખંભાત. શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે. તે તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. ત્રિભોવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વીસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્ય કાળે સ્મરણ કરવાનું કથન છે. સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે તેનો સંગ રાખો. વિ. રાયચંદના ય૦ 1 સાથેનો પત્ર નં. 172.