Book Title: Vachanamrut 0158 Roj Nishi Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330278/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 158 ૐ સત્ સત્ શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદગુરૂ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે. આ સમસ્ત વિશ્વ ભગવદુરૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે. ત્રણે કાળમાં ભગવત ભગવત સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતાં છતાં નિબંધ જ છે. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી, અને સ્વરૂપથી શ્રુત થતો નથી, તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું. અનંતકાળે લય થઈ તે ભગવરૂપ જ થશે. ચિત અને આનંદ એ બે ‘પદાર્થ’ જડને વિષે ભગવતે તિરોભાવે કર્યા છે. જીવને વિષે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સત-ચિત-આનંદ-રૂપ જ છે. સ્વરૂપલીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રસરે છે. એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવતરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે. ભિન્નભાવ અને ભેદભેદનો અવકાશ જ નથી, તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે, અને તે તે શ્રીમાન હરિ)ને જ ભાસ્યું છે; અર્થાત તું તે જ છો. 'तत्त्वमसि'. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે, અને તેથી જેમાં ચિત અને આનંદ એ બે અંશો તિરોભાવે કર્યા છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે, પણ તે આનંદસ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે, આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાસશે, એમ છે જ. એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જઈ સત-ચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. ‘મહં બ્રમક્સિ '. Page #2 -------------------------------------------------------------------------- ________________ [અપૂર્ણ