Book Title: Vachanamrut 0112 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330232/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 112 પોતે પોતાનો વૈરી - મોહાચ્છાદિત દશાથી અવિવેક - વસ્તુગતે વિવેકની સત્યતા ક્રમમાં એકનિષ્ઠિતતા મુંબઈ, ચૈત્ર, 1946 મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો. 1. સત્યને તો સત્ય જ રહેવા દેવું. 2. કરી શકો તેટલું કહો. અશક્યતા ન છુપાવો. 3. એકનિષ્ઠિત રહો. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું ? અને શાથી ટાળવું ? પોતે પોતાનો વૈરી, તે આ કેવી ખરી વાત છે !