Book Title: Vachanamrut 0100
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330220/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રી ઋષભદેવ - વેદ, આશ્રમ, વર્ણ અને પુરુષાર્થ સંબંધી વિચાર મુંબઈ, પોષ, 1946 આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિર્ગથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો, તેઓમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાદ્રષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી, ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. ચાર વેદ, ચાર આશ્રમ, ચાર વર્ણ અને ચાર પુરુષાર્થ સંબંધી એ પરથી અહીં કેટલોક વિચાર કરવા ઇચ્છા છે, તેમાં પણ મુખ્ય કરીને ચાર આશ્રમ અને ચાર પુરુષાર્થ સંબંધી વિચાર કરીશું, અને છેવટે હેયોપાદેય વિચાર વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈશું. ચાર વેદ, જેમાં આર્યગ્રહધર્મનો મુખ્ય ઉપદેશ હતો, તે આ પ્રમાણે હતા.