Book Title: Vachanamrut 0084 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330204/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 84 ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે વિ.સં. 1946 ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે : 1. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ?તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. 2. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા 0 કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. 3. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. 4. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ગથ સદ્દગુરૂના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. 5. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. 6. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. 7. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. 8. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. 2 સંસારને બંધન માનવું. 3 પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં. 4 દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. 5 ન ચાલે તો પ્રતિશ્રોતિ થા. 6 જેમાંથી જેટલું થાય તેટલું કર. 7 પારિણામિક વિચારવાળો થા. 8 અનુત્તરવાસી થઈને વર્ત. Page #2 -------------------------------------------------------------------------- ________________ 9 છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ.