Book Title: Vachanamrut 0082
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330202/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 82 દુખિયાં મનુષ્યોના પ્રદર્શનના શિરોભાગમાં - અંતરંગચર્યા ખોલી શકાય એવાં પાત્રોની દુર્લભતા એ જ મહા દુઃખમતા વિ.સં. 1945 દખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારાં વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે; પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં, ભય સંબંધી લેખશો નહીં; કાયા સંબંધી લેખશો નહીં, અથવા સર્વથી લેખશો નહીં; મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી; કફનું નથી કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તો બધાંયનું છે અને ન ગણો તો એક્કનું નથી; પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે. કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. તમે જરૂર માનજો, કે હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતો વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણથી નાની સમજણમાં કોણ જાણે ક્યાંથીયે મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કયું નહોતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું. છતાં અચાનક ફેરફાર થયો; કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક ‘તુંહિ તૃહિ”નો જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી; એમ ખચીત સમજાશે. સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કોઈ ભયે મને બહલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે ? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે. એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહો. Page #2 -------------------------------------------------------------------------- _