Book Title: Vachanamrut 0079 Bhinn Bhinn Mat Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330199/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 79 દ્રષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન વિ. સં. 1945 જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દ્રષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. 1 તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. 2 પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરૂને સેવીએ, બુધજનનો નિર્ધાર. 3 ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરૂ જોય. 4 બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોય. 5 બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, --