Book Title: Vachanamrut 0069 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330189/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 69 મહાસતીજીને મોક્ષમાળાના યથાર્થ શ્રવણ કરે, મનનાર્થે– મોક્ષમાળા; અનુભવ અને કાળભેદ, મધ્યસ્થતાથી જિનેશ્વરમાર્ગનુસારી કૃતિ વિવાણિયા, અષાડ વદ 12, બુધ, 1945 મહાસતીજી “મોક્ષમાળા’ શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતિ કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક્કે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે.