Book Title: Vachanamrut 0063 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330183/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 63 દશા સપુરુષને વિદિત કરવી ઉપકારક વવાણિયા વાણિયા, વૈશાખ વદ 13, 1945 છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી, તે તમે લખી તે યોગ્ય છે. તે દશા જ્ઞાત હતી. જ્ઞાત છે એમ જણાય તોપણ યથાવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી; તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમયોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે, તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાનો સંભવ નથી.