Book Title: Vachanamrut 0038 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330158/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 38 આત્મા - સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ, અગમ અગોચર : સુગમ સુગોચર વિ.સં. 1944 (1) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. (2) આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી.