Book Title: Vachanamrut 0035 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330155/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 35 સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી વિવેકઘેલછા વવાણિયા, શ્રાવણ વદ 0)), 1944 ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે. ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે.