Book Title: Vachanamrut 0028
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330148/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 28 કોઈને નિરાશ નહીં કરું - ધર્મ પ્રવર્તન ચમત્કારો મુંબઈ બંદર, સોમવાર, 1943 પ્રિય મહાશય, રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાનો છું. જિંદગી સંસારમાં કાઢવી અવશય પડશે તો તેમ કરીશું. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો કે કોઈને નિરાશ નહીં કરું. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધો તે ઉત્તમ કર્યું છે. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. તમારા ગ્રહને માટે તેમજ દર્શનસાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમ દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે. વધારે લખવાની રૂડી આદત નહીં હોવાથી પત્રિકા, ક્ષેમકુશલ અને શુક્લપ્રેમ ચાહી, પૂર્ણ કરું છું. લિ૦ રાયચંદ્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found.