Book Title: Vachanamrut 0026 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330146/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 26 મનની વિચિત્ર દશા - સાવચેતી શૂરાનું ભૂષણ વવાણિયા બંદર, 1943 સુજ્ઞ શ્રી ચત્રભુજ બેચર, પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. સાવચેતી શૂરાનું ભૂષણ છે. જિનાય નમઃ