Book Title: Vachanamrut 0025
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330145/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 25 પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે કારતક, 1943 પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. 3. ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. 5. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત છે. 6. નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે. 7. જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી. મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ’ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ‘ગણિતાનુયોગ’ વિચારવો યોગ્ય છે. 9. કાશે કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. 10. પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હમજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે, ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ. 11. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. 12. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે. 13. સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. 14. Page #2 -------------------------------------------------------------------------- _