Book Title: Vachanamrut 0024 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330144/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 24 જીવાજીવ વિભક્તિ જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે. જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લોક કહેલો છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમ જ અજીવનો બોધ થઈ શકે છે. રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી દશ પ્રકારે તેમ જ રૂપી ચાર પ્રકારે કહેલાં છે. ધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ, અધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ, આકાશ, તેનો દેશ, અને તેના પ્રદેશ; અદ્ધાસમય કાળતત્વ; એમ અરૂપીના દશ પ્રકાર થાય. ધર્મ અને અધર્મ એ બન્ને લોકપ્રમાણ કહેલાં છે. આકાશ લોકાલોકપ્રમાણ અને અદ્ધાસમય સમયક્ષેત્ર'-પ્રમાણ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. નિરંતરની ઉત્પત્તિ લેતાં સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદિસાંત છે. સ્કંધ, સ્કંધદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે. પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંધ, તેનો વિભાગ તે દેશ, તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે. નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદિ સપર્યવસ્થિત છે. [ અપૂર્ણ ] ( ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન 36 ) 1 મનુષ્યક્ષેત્ર-અઢીદ્વીપ પ્રમાણ.