Book Title: Vachanamrut 0017 106 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330134/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 106. વિવિધ પ્રશ્નો - ભાગ 5 પ્ર0- વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ? ઉ0- જૈનને કંઈ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી, પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદનો સંબંધ છે. પ્ર0- એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો ? ઉ0- પવિત્ર જૈનદર્શનને. પ્ર0- વેદ દર્શનીઓ વેદને કહે છે તેનું કેમ ? ઉ0- એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વો આપ જોઈ જજો. પ્ર0- આટલું તો મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય ? ઉ0- આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે; પરંતુ તત્વજ્ઞાને એમ નહીં લાગે. ‘સમતિતર્ક ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે. પ્ર0- પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દ્રષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં, પણ સત્ય કેમ કહેવાય ? ઉ0- પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનો કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું ? તેમ વળી એ સપુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.