Book Title: Vachanamrut 0017 090 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330118/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 90. તત્ત્વાવબોધ - ભાગ 9 ઉત્પત્તિમાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “જીવનો મોક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઊપજે છે'. વિષ્ણતામાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે ‘તે જે દેહમાંથી આવ્યો, ત્યાંથી વિપ્ન પામ્યો; વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે', એ રૂપે વિપ્નતા યોજી શકાય છે. ધ્રુવતામાં ‘હા’ એવી જે યોજના કહી છે તે એમ યથાર્થ થઈ શકે કે ‘દ્રવ્ય કરી જીવ કોઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાળ સિદ્ધ છે. હવે એથી કરીને યોજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. 1. જીવ વિઘ્નરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલો દોષ ટળ્યો. 2. ઉત્પત્તિ, વિષ્ણતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ બીજો દોષ ગયો. 3. જીવના સત્યસ્વરૂપે પ્રવતા સિદ્ધ થઈ એટલે વિષ્ણતા ગઈ. એ ત્રીજો દોષ ગયો. 4. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ ચોથો દોષ ગયો. 5. અનાદિ જીવ સિદ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો પાંચમો દોષ ગયો. 6. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીનો છઠ્ઠો દોષ ગયો. 7. ધ્રુવતા સાથે વિપ્નતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાકમિશ્રવચનનો સાતમો દોષ ગયો. 8. ઉત્પત્તિ અને વિપ્નતા પૃથક પૃથક દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાર્વાકસિદ્ધાંત એ નામનો આઠમો દોષ ગયો. 9 થી 14. શંકાનો પરસ્પરનો વિરોધાભાસ જતાં ચૌદ સુધીના દોષ ગયા. 15. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમો દોષ ગયો. 16. કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સોળમો દોષ ગયો. 17. ધર્માધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તરમો દોષ ગયો. 18, એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમો દોષ ગયો.