Book Title: Vachanamrut 0017 079 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330107/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 79. જ્ઞાન સંબંધી બે બોલ - ભાગ 3 હવે વિશેષ વિચાર કરીએ. 1. આવશ્યક્તા શી છે ? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખનો નાશ થાય, દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇ0 ઉત્પન્ન કરવાની આવશ્યક્તા છે. સમ્યભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યફભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ, એ સઘળાં માટે થઈને જ્ઞાનની આવશ્યક્તા છે. 2. જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કહું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે, પણ સામાન્યદ્રષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતીન્દ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. 3. શું જાણવારૂપ છે ? એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે, એને કઈ પંક્તિથી જાણવી ? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે પુરુષ, તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે; પરંતુ તેઓ એ સર્વજ્ઞશ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી ? અનંત શ્રેણિઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ ? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત અંગે કરીને છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છે : જીવ અને અજીવ. વિશેષ વસ્તૃત્વ સ્વરૂપે નવતત્ત્વ, કિંવા ષડદ્રવ્યની શ્રેણિઓ જાણવારૂપ થઈ પડે છે. જે પંક્તિએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ લોકાલોકસ્વરૂપ હસ્તામલકવત જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિઓ કહેવાઈ.