Book Title: Vachanamrut 0017 053 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330081/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 53. મહાવીરશાસન હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જમ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા; અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બોતેર વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે 21,000 વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે. એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે. આ કાળ દશ અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. વ નડાય છે' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થકર (મહાવીરસ્વામી)ના શિષ્યો વાંકા ને જડ થશે, અને તેમની સત્યતા વિષે કોઈને બોલવું રહે તેમ નથી. આપણે ક્યાં તત્ત્વનો વિચાર કરીએ છીએ ? ક્યાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ ? ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ રાખીએ છીએ ? ક્યાં દાઝવડે ધર્મતત્ત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે; પણ તત્વને કોઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે; જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તોળનારા કોઈક વિરલા જ છે. પરંપરા આમ્નાયથી કેવળ, મન:પર્યવ અને પરમાવધિજ્ઞાન વિચ્છેદ ગયાં; દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતનો ઘણો 1 મોક્ષમાળાની પ્રથમવૃત્તિ વીર સંવત 2414 એટલે વિક્રમ સંવત ૧૯૪૪માં છપાઇ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાગ વિચ્છેદ ગયો; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતો ઉત્તર ન મળે તોપણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે, કેવા વિચારથી શોધી કાઢ્યું હશે ? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવો. તુચ્છા બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં.