Book Title: Vachanamrut 0017 045 Shikshapaath Mohini Bhav Vichar
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330073/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 45. સામાન્ય મનોરથ (સવૈયા). મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. 1 તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારુ. 2